Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Army helicopter crashes into fruit market in Iran amid fears of war

VIDEO : યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, ફ્રૂટ માર્કેટમાં 2 વેપારી સહિત 4ના મોત

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GOOGLE

ઈરાનમાં યુદ્ધના માહોલ વચ્ચે સેનાનું હેલિકોપ્ટર ઇસ્ફહાન પ્રાંતમાં ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર એક ફ્રૂટ હોલસેટ માર્કેટમાં ક્રેશ થતાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જેમાં બે સ્થાનિક વેપારીઓનો પણ સમાવેશ થાય છે. આ સાથે હેલિકોપ્ટર સાથે ઉડાન ભરનારા પાયલટ અને કો પાયલોટ બંનેનું મોત થયું છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ઇરાનના ન્યૂક્લિયર પ્લાન્ટવાળા વિસ્તાર ઇસ્ફહાનમાં કાટમાળ ફેલાયો છે. 

App Store

ટેકનિકલ ખામીને કારણે સર્જાઈ દુર્ઘટના

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલી 'તસ્નીમ ન્યૂઝ એજન્સી'ના જણાવ્યા અનુસાર આ હેલિકોપ્ટર ઈરાની સેનાની એવિએશન યુનિટનું હતું. તે ઈસ્ફહાન પ્રાંતના ખોમેની શાહર કાઉન્ટીના દારચેહ શહેરમાં આવેલા ફળ અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, ક્રેશનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ ઉપરાંત માર્કેટના બે વેપારીઓના પણ મોત નિપજ્યા છે.

ઈરાનનો એર સેફ્ટી રેકોર્ડ ઘણો ખરાબ

ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ છે કે, ઈરાનનો એર સેફ્ટી રેકોર્ડ ઘણો ખરાબ છે. અહીં વારંવાર વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓ સર્જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે ઈરાન પાસે રહેલા મોટાભાગના એરક્રાફ્ટ 1979ની ઈસ્લામિક ક્રાંતિ પહેલા ખરીદવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે મેન્ટેનન્સ માટે અસલી સ્પેરપાર્ટ્સ ન મળતા હોવાથી જૂના વિમાનોમાં અવારનવાર ખામી સર્જાય છે. ગત અઠવાડિયે ઈરાનની રેગ્યુલર એરફોર્સનું એક  US-BUILT F-4 ફાઈટર વિમાન પશ્ચિમી હમાદાન વિસ્તારમાં ક્રેશ થયું હતું. જેમાં એક પાયલોટની ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન મોત થયું હતું.