મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છ જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી

કચ્છ જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ ચેકિંગ

કચ્છ જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી. આ કામગીરી અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્કર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. નાયબ પોલીસ મહાનિર્દેશકની દેખરેખમાં સંયુક્ત “સઘન કોસ્ટલ પેટ્રોલિંગ” યોજાયું. કાંઠા વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી અને શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો તેમજ બોટની તપાસ કરવામાં આવી. ફુટ પેટ્રોલિંગ દ્વારા પાંચ કિલોમીટરથી વધુ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. મરીન કમાન્ડો અને પોલીસની સંયુક્ત ટીમોએ દરિયાઈ માર્ગે થતા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ કામગીરી કરી. સમગ્ર ઓપરેશન દરમિયાન અનેક સ્થળોએ તપાસ કરીને સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો