મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપના અમુક નેતાએ મંત્રીપદની કરી હતી ઓફર-ચૈતર વસાવા

ગુજરાતના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ફૂલવાડી ગામે આમ આદમી પાર્ટીની જાહેર સભા યો

ગુજરાતના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ફૂલવાડી ગામે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી. આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ દાવો કર્યો કે, જ્યારે તેમને ત્રણ દિવસના શરતી જામીન મળ્યા ત્યારે અનેક નેતાઓએ સંપર્ક કરી ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું અને મંત્રીપદની ઓફર પણ આપી હતી. 

ચૈતર વસાવાએ સ્પષ્ટ સંકેત આપ્યો કે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝુકશે નહીં

ચૈતર વસાવાએ સ્પષ્ટ સંકેત આપ્યો કે તેઓ ભ્રષ્ટાચાર સામે ઝુકશે નહીં.આ સભામાં કોંગ્રેસના 2,500થી વધુ કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા. નાંદોદ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને APMC ડિરેક્ટર સહિત અનેક અગ્રણીઓએ આપનો ખેસ પહેર્યો, જેને કોંગ્રેસ માટે મોટું ઝટકો ગણાઈ રહ્યું છે. ચૈતર વસાવાની સભાઓમાં જનમેદની ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાજનક બની છે.

આ સમાચાર શેર કરો