મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: સાઉદી અરેબિયામાં થયો સ્નોફોલ! રણમાં છવાઈ બરફની ચાદર, જાણો નિષ્ણાતોએ શું કહ્યું

જે દેશની ઓળખ આકરા ઉનાળા અને સળગતા રણ તરીકે થાય છે, તે સાઉદી અરેબિયા અને કત

તસવીર: GSTV

જે દેશની ઓળખ આકરા ઉનાળા અને સળગતા રણ તરીકે થાય છે, તે સાઉદી અરેબિયા અને કતારમાં હાલ એક અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયાના ઉત્તરીય પર્વગોતીય વિસ્તારો અને કતારના કેટલાક ભામાં બુધવાર અને ગુરુવારે અચાનક હિમવર્ષા (Snowfall) થતા પ્રદેશની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને તાબુક પ્રાંતના પર્વતો હવે હિમવર્ષાને કારણે 'સ્નો વર્લ્ડ' જેવા દેખાઈ રહ્યા છે.

તાબુક અને ટ્રોજેના હાઈલેન્ડ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં આવેલા પ્રસિદ્ધ જબલ અલ-લોઝ (બદામનો પર્વત) પર ભારે હિમવર્ષા થઈ છે. દરિયાઈ સપાટીથી આશરે 2,600 મીટરની ઊંચાઈ પર આવેલા આ પહાડો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર એટલા વાઈરલ થયા છે કે ઘણાં લોકો તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલા ફોટો ગણાવી રહ્યા છે. જો કે, આ નજારો વાસ્તવિક છે અને તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે.

કતારમાં પણ બરફવર્ષાની અસર

સાઉદી અરેબિયાની સાથે પાડોશી દેશ કતારમાં પણ શિયાળાની મૌસમે આશ્ચર્ય સર્જ્યું છે. કતારના અનેક વિસ્તારોમાં પણ સ્નોફોલ અને હળવો વરસાદ નોંધાયો છે, જેનાથી સમગ્ર મધ્ય પૂર્વના હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે.

શું કહે છે હવામાન વિભાગ અને નિષ્ણાતો?

નેશનલ સેન્ટર ફોર મેટિઓરોલોજી (NCM) એ આગામી દિવસોમાં રિયાધના ઉત્તરીય ભાગો, અલ-મજમાહ અને અલ-ઘાટ ગવર્નરેટમાં વધુ હિમવર્ષાની આગાહી કરી છે. નિષ્ણાતોના મતે, સાઉદીના ઉત્તરીય ભાગોમાં શિયાળામાં હિમવર્ષા થવી તે અસામાન્ય નથી. જોકે તેની કોઈ ચોક્કસ ખગોળીય સાયકલ નથી, પરંતુ સમયાંતરે આવું જોવા મળે છે. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ અલ-મજમાહ અને પર્વતીય વિસ્તારોમાં ઉમટી પડ્યા છે.

શું કહે છે હવામાન વિભાગ અને નિષ્ણાતો?

નેશનલ સેન્ટર ફોર મેટિઓરોલોજી (NCM)એ આગામી દિવસોમાં રિયાધના ઉત્તરીય ભાગો, અલ-મજમાહ અને અલ-ઘાટ ગવર્નરેટમાં વધુ હિમવર્ષાની આગાહી કરી છે. નિષ્ણાતોના મતે, સાઉદીના ઉત્તરીય ભાગોમાં શિયાળામાં હિમવર્ષા થવી તે અસામાન્ય નથી. જોકે તેની કોઈ ચોક્કસ ખગોળીય સાયકલ નથી, પરંતુ સમયાંતરે આવું જોવા મળે છે. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ અલ-મજમાહ અને પર્વતીય વિસ્તારોમાં ઉમટી પડ્યા છે.

આ સમાચાર શેર કરો