VIDEO: અમદાવાદમાં દિવાળી પહેલા તસ્કરે કાજુકતરી અને ઘીના પાઉચ ચોરીને ઉજવણી કરી

VIDEO: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિ

VIDEO: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તસ્કરો પણ ચોરીના નવા કીમિયા અજમાવતા હોય છે. આવી જ એક ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં તસ્કર દુકાનમાં ઘુસી જઈને કિંમતી સામાનની શોધખોળ કરે છે પણ કશું હાથ ન આવતા આખરે તસ્કર કાજુકતરીના 6 પેકેટ્સ તેમજ ઘીના 27 પાઉચ ચોરી કરીને પલાયન થયો હતો. 

અમદાવાદ શહેરમાં આવેલા પાલડીના સુખીપુરા ગાર્ડન નજીક અમૂલ પાર્લરમાં તસ્કરે દુકાનની પાછળના ભાગેથી લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કરી મિઠાઈ અને ઘી લઈને ફરાર થયો હતો. જો કે, આ ચોરીની ઘટના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પાલડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત