VIDEO: વલસાડના પારડીમાં દુકાનદાર જર્જરિત ગટરમાં ખાબક્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
વલસાડના પારડીમાં નેશનલ હાઈવે કિનારે હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં એક દુક

વલસાડના પારડીમાં નેશનલ હાઈવે કિનારે હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં એક દુકાનદાર જર્જરિત ગટરમાં ખાબક્યો હતો. દુકાનદાર પોતાની દુકાન સામે ગટરના ઢાંકણા પર ઉભા રહીને વાત કરી રહ્યો હતો, ત્યારે અચાનક ઢાંકણું તૂટી પડતા તે ઊંડી ગટરમાં પડી ગયો હતો. આ અકસ્માતમાં દુકાનદારને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
લાંબા સમયથી હાઈવે કિનારાની ગટરો જર્જરિત
લાંબા સમયથી હાઈવે કિનારાની ગટરો જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટીની આ આળસ કોઈનો જીવ લઈ શકે છે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


