મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં પાણીપુરી પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો, 30 નમૂના પરીક્ષણમાં ફેલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પાણીપુરી પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો થયો છે. ચાલુ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીપુરીના પાણીના 184 સેમ્પલમાંથી 30 નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. જેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ફૂડ ગ્રેડ કલરની હાજરી મળી આવી છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આવા કેમિકલયુક્ત પાણીથી લાંબા ગાળે લિવર, કિડની અને પાચનતંત્રને ગંભીર નુકસાન થઈ શકે છે. માત્ર પાણીપુરી જ નહીં, પરંતુ બળેલું તેલ, ગાયનું ઘી, હળદર અને મેંગો મિલ્કશેકના નમૂના પણ અસુરક્ષિત જાહેર કરાયા છે. આ કડક કાર્યવાહી અંતર્ગત ફૂડ વિભાગે 100 કિલો મોળો માવો અને 219 કિલો પનીરનો જથ્થો પણ સીઝ કર્યો છે.

આ સમાચાર શેર કરો