VIDEO: અમદાવાદમાં જાહેરમાં આત્મહત્યાની ચોંકાવનારી ઘટના, ધોળા દિવસે 34 વર્ષીય યુવકે કર્યો આપઘાત
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં આત્મહત્યાની

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં આવેલા વન્ડર પોઇન્ટની પાછળ એક 34 વર્ષીય યુવકે કાચના ટુકડા વડે પોતાના જમણા હાથની નસ કાપીને જીવન ટૂંકાવી લીધું હતું. ધોળા દિવસે જાહેરમાં બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવકે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.




