VIDEO: ભાવનગરમાં કારની ડિવાઈડર સાથે ટક્કર થતાં થયો ગેસ લીકેજ, સદનસીબે ચાલકનો બચ્યો જીવ
ભાવનગરના બહુમાળી ભવન નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હ

ભાવનગરના બહુમાળી ભવન નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક સેન્ટ્રો કાર અચાનક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં પલટી મારી ગઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે કારમાં લગાવેલું CNG ગેસ સિલિન્ડર બહાર ફંગોળાઈ ગયું હતું અને તેમાંથી ગેસ લીકેજ શરૂ થતાં ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આ ભયાનક દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લીકેજ થઈ રહેલા ગેસ પર કાબૂ મેળવી પરિસ્થિતિને થાળે પાડી હતી.




