VIDEO: વડોદરા ગોત્રી મેડિકલ કોલેજમાં બનેલી દુષ્કર્મ કેસના આરોપીની જામીન અરજી સેશન કોર્ટે નામંજુર કરી
વડોદરા મેડીકલ કોલેજમાં માર્ચ મહિનામાં ગોત્રી મેડિકલ કોલેજમા
વડોદરા મેડીકલ કોલેજમાં માર્ચ મહિનામાં ગોત્રી મેડિકલ કોલેજમાં બનેલી દુષ્કર્મ કેસના આરોપીની જામીન અરજી સેશન કોર્ટે નામંજુર કરી છે. આ ઘટવાના આરોપી મૂળ ગાંધીનગર રહેવાસી નિર્ભય જોષીએ સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી. સેશન કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા જામીન અરજીને કોર્ટે ફગાવી છે. કોર્ટે કહ્યુ, આરોપીને જામીન આપીશું તો પીડિત માનસિક તણાવ અને ડર અનુભવી શકે. આરોપીએ કરેલું કૃત્ય મેડિકલ પ્રોફેશનને શોબતું નથી.જો આરોપીને મુક્ત કરવામાં આવે તો સમાજ અને મેડિકલ કોલેજમાં ખોટો દાખલો બેસે. આરોપી નિર્ભય જોશી અને પીડિતા વિદ્યાર્થીની બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા.ભોગ બનનાર વિદ્યાર્થીની અને આરોપી 2023થી સંપર્કમાં હતા. ઓડિયો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને આરોપી બ્લેકમેઇલ કરતો હતો. રેકોર્ડિંગની પેનડ્રાઈવ આપવાના બહાને 15 માર્ચે કોલેજ પાસે આરોપીએ વિદ્યાર્થીને બોલાવી તેની સાથે જબદસ્તી દુષ્કર્મ કર્યું હતું.




