મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની ધૂમ, 24 દિવસમાં જ નોંધાઈ 2,31,630 બોક્સની આવક

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્વપ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીની મબલખ આવક થઈ. માત્ર 24 દિવસમાં જ 2 લાખ 31 હજાર 630 બોક્સની આવક નોંધાઈ છે, જ્યારે દરરોજ 10 હજારથી વધુ બોક્સ યાર્ડમાં પહોંચી રહ્યા છે. તાલાલા ગીરની કેસર કેરીને દેશ-વિદેશમાં વધતી માંગને કારણે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગયા વર્ષે કેસર કેરીની સીઝન 45 દિવસ ચાલી હતી અને કુલ 4 લાખ 49 હજાર બોક્સની આવક નોંધાઈ હતી. આ વર્ષે ઉત્પાદન વધુ હોવાથી સીઝન 50 થી 60 દિવસ સુધી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બજારમાં કેસર કેરીને સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ છે. સારા ઉત્પાદન અને વધતી માંગને કારણે આ વર્ષની સીઝન ખેડૂતો માટે લાભદાયી સાબિત થાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

આ સમાચાર શેર કરો