VIDEO: અમરેલીના રાજુલા SBI બેંકમાં ધોળા દિવસે કેશ કાઉન્ટરની ઓફિસમાં ઘુસી ચોરી
VIDEO: અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરની SBI બેંકમાં ધોળા દિવસે
VIDEO: અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરની SBI બેંકમાં ધોળા દિવસે ચોરી થયાની ઘટનાથી ચકચાર મચી છે. આટલું ઓછું હોય તેમ SBI બેંક ચાલુ હોવા છતાં તસ્કર કેશ કાઉન્ટરની ઓફિસમાં ઘુસી જઈને રૂપિયા દોઢ લાખની ચોરી કરી બેંકમાંથી શાંતિથી પલાયન થઈ ગયો હતો. રૂપિયા 1,50,000 રોકડ રકમની ચોરી થયાની બેન્ક મેનેજર દ્વારા ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
રાજુલાની એસબીઆઈ બેંકમાં ચોરીની ઘટના ત્યારે બની જ્યારે બેંક આખી ધમધમતી હતી અને કેશ એકાઉન્ટ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દોઢ લાખની ચોરી થઈ. કેશ એકાઉન્ટન્ટ કર્મચારીઓ ઓફિસરોની હાજરી વચ્ચે ધોળા દિવસે ચોરી થતા બેન્કની ગંભીર બેદરકારી સામે આવી. પોલીસે બેંકમાં ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



