Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Canada news: North America's tallest 51-foot statue of Shri Ram installed in Canada, 'Jai Shri Ram' echoed in Toronto

Canada news: કેનેડામાં સ્થાપિત કરાઈ ઉત્તરી અમેરિકાની સૌથી ઉંચી 51 ફૂટ ઉંચી શ્રીરામની પ્રતિમા, ટોરંટોમાં ગુંજયું ''જયશ્રીરામ''

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Canada news: કેનેડામાં સ્થાપિત કરાઈ ઉત્તરી અમેરિકાની સૌથી ઉંચી 51 ફૂટ ઉંચી શ્રીરામની પ્રતિમા, ટોરંટોમાં ગુંજયું ''જયશ્રીરામ''
સોર્સ : x

Canada news: ભારતથી સાત સમુંદર પાર પ્રભુ શ્રીરામની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આવી દુર્લભ ઘટના બની છે કેનેડાના મિસિસોગા શહેરમાં પ્રભુ શ્રીરામની 151 ફૂટ ઉંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ ઉત્તરી અમેરિકાના સૌથી ઉંચી રામની પ્રતિમા છે. આનાથી હિંદુ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. મિસિસોગા શહેરમાં રવિવારે હજારો ભાવિકોની હાજરીમાં ભગવાન રામની સૌથી ઉંચી પ્રતિમાનું ભવ્ય અનાવરણ થયું. પાયાથી આની ઉંચાઈ 51 ફૂટથી વધુ હોઈ શકે છે. આ પ્રતિમાની સ્થાપનાની સાથે કેનેડા જયશ્રીરામના જયકારાથી ગૂંજી ઉઠયું હતું

App Store

શ્રીરામની પ્રતિમા અનાવરણ દરમ્યાન ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
આ ઉદઘાટના સમારોહમાં હજારો શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. જેની સાથે ઘણા મુખ્ય રાજનેતા પણ હાજર રહ્યા હતા. આમાં મહિલાઓ અને કેનેડાના મંત્રી રેચી વલ્ડેઝ, ટ્રેઝરી બોર્ડના અધ્યક્ષ શફકત અલી, આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી મનિંદર સિદ્ધુ પણ સામેલ હતા. હાઉસ ઑફ કોમન્સમાં વિપક્ષના નેતા પણ હાજર રહ્યા હતા.

હિંદુઓની આસ્થાનું મોટું પ્રતીક
આ પ્રતિમા કેનેડાના ઓંટારિયોના હિંદુ હેરિટેઝ સેન્ટરમાં સ્થાપિત છે.આ પ્રતિમા ઉત્તર અમેરિકામાં હિંદુઓની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું નવું પ્રતીક બની ગઈ છે. કેનેડામાં ભારતીય પ્રવાસી સમુદાયો માટે શ્રીરામની પ્રતિમાની સ્થાપના એક ઐતિહાસિક ક્ષણ રહ્યો છે. આ પ્રતિમાનું અનાવરણ રવિવારે ઓંટારિયોના મિસિસોગામાં આવેલા હિંદુ હેરિટેઝ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા ફાઈબર ગ્લાસથી બનેલી છે. આ મૂર્તિ હવે ગ્રેટર ટોરંટો ક્ષેત્રમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક તરીકે સ્થાપિત થઈ છે.

કેનેડાને ફરીથી મહાન બનાવો
કેનેડામાં ભગવાન શ્રીરામની પ્રતિમાની સ્થાપના પછી, લોકોએ મેક કેનેડાને ફરીથી મહાન બનાવોનો નારા લગાવ્યો. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, "અયોધ્યાથી ઓન્ટારિયો સુધી, શ્રીરામનું નામ સરહદોની પેલે પાર ગુંજી રહ્યું છે. તે ફક્ત એક પ્રતિમા નથી, તે શ્રદ્ધા અને ઓળખનું પ્રતીક છે જે સમગ્ર વિશ્વમાં ઉંચી છે. અન્ય એક યુઝરે લખ્યું, "ટોરોન્ટો, કેનેડા: ભગવાન શ્રી રામની સૌથી ઊંચી પ્રતિમા હવે મિસિસોગામાં સ્થાપિત કરવામાં આવી છે. તે વૈશ્વિક હિન્દુ સમુદાય માટે ગર્વની ક્ષણ છે. એક એવા દેશમાં જ્યાં હિન્દુઓએ કટ્ટરપંથી ખાલિસ્તાની તત્વો તરફથી વધતા જતા દુશ્મનાવટનો સામનો કરવો પડ્યો છે, આ પ્રતિમા માત્ર શ્રદ્ધાનું પ્રતીક નથી પણ ધીરજ, શાંતિ અને અસ્તિત્વનું પણ પ્રતીક છે. સનાતન ધર્મ ઉંચી છે. અન્ય લોકોએ લખ્યું, "ચાલો કેનેડાને ફરીથી મહાન બનાવીએ. "ભવ્ય અને સુંદર!"