VIDEO: મહેસાણા અર્બન બેંક ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત બાદ DM પટેલનું નિવેદન
VIDEO: મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચુકયું છે. આ ચૂંટણીમાં વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ તેમજ પ્રજાનો અવાજ મળી ત્રણ પેનલ ચૂંટણીના મેદાનમાં હતા. જો કે વિશ્વાસ પેનલની જીત બાદ પેનલના ડિરેકટરોએ શોભાયાત્રા કાઢી હતી. ત્યારબાદ અર્બન બેંક સુધી પહોંચી બેંકના દરવાજે શીશ નમાવ્યું હતું. જીત બાદ વિશ્વાસ પેનલના નેતા ડી.એમ.પટેલનું નિવેદન સામે આવ્યું હતું. એક અઠવાડિયામાં હું બેન્કમાં 10 કરોડ ડિપોઝિટ મૂકીશ, 10,000થી વધારે મતોથી અમે આ લીડ મેળવી છે. આ બેંકમાં હવે ભવિષ્યમાં કદી ખોટું નહીં થાય.
વધુમાં ડી.એમ. પટેલના જણાવ્યા પ્રમાણે રિકવરી, લોન, ધિરાણ જેવા કોઈપણ પ્રશ્નો અમે તબક્કાવાર હાથ ઉપર લઈને એનો નિકાલ લાવીશું. વિકાસ પેનલની ગેરરીતિની વાત કરી હતી અને સભાસદોએએ વાત સ્વીકારી છે. જે ખોટું થયું છે, જે જવાબદાર વ્યક્તિઓ છે એના પર કાર્યવાહી થશે જ. રિકવરી માટે પણ અમે પૂરોપૂરો પ્રયત્ન કરીશું. લોકોનો વિશ્વાસ વધે એટલે હું અઠવાડિયાની અંદર મારી પોતાની 10 કરોડની ડિપોઝિટ મૂકીશ અમે બધા લગભગ 14 ડિરેક્ટરો થાય છે.

