Surendranagar news: સાયલામાં 15 ગુનામાં સંડોવાયેલા 2 શખ્સ સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં બે શખ્સો સામે પોલીસે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ બે આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી, ખંડણી, હનિટ્રેપ અને અન્ય 15 જેટલા ગુનામાં સંડોવાયેલા હતા. પ્રદીપ પરમાર અને જિતેન્દ્ર પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હેઠળ પાસાના પગલાં લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર,સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા માં 15 જેટલા ગુનામાં સંકળાયેલા 2 આરોપીઓ સામે પાસા એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ અસામાજિક તત્વો ઘણા ગુનાહિત કાર્યોમાં સામેલ હતા. જેથી બન્નેને ઝડપી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એક જ સપ્તાહમાં અલગ-અલગ પાંચ જેટલા આવારા તત્વો સામે તંત્ર દ્વારા પાસા લગાડી જેલભેગા કરવામાં આવ્યા છે.
તાજેતરમાં જ બેફામ ચાલતા ખનીજ ચોરી બાબતે ઇન્ચાર્જ પી.આઈ ડી.ડી. ચુડાસમા સામે ડમ્પરો પાસેથી હપ્તા લેવાના આક્ષેપો કર્યા હતા. સાયલામાં વધુ બે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વોના પાસા એકટ થી કાર્યવાહી થતાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે આવરા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે.

