VIDEO: રાજકોટમાં શ્રાવણ માસમાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડાં!
VIDEO: હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જેથી ભાવિકો આ શ્રાવણ માસમાં ઉપવાસ-એકટાણા અને ભક્તિ કરતા હોય છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો આવા પવિત્ર માસમાં ભક્તોની શ્રદ્ધા સાથે ખેલ ખેલી પૈસા રળવાનું પાપનું કામ પણ કરતા હોય છે. રાજકોટમાં ગાયત્રી નગર મેઈન રોડ પર આવેલા જલારામ ફરસાણમાંથી ફૂડ વિભાગની ટીમે પેટીસના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેમાં તપાસ કરતા આ ફરાળી પેટીસમાં મકાઈનો લોટનો ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું છે. પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને વેચાણ કરવામાં આવતું હોવાના ઘટસ્ફોટ થયો છે.
જેના લીધે ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસના જથ્થાનો અને પાંચ કિલો મકાઈનો લોટ જપ્ત કર્યો હતો. તમામ વસ્તુનો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. શ્રદ્વાના માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે, એવામાં ઉપવાસ દરમિયાન ફરસાણના વેપારીઓ શ્રદ્ધાળુને મકાઈનો લોટ ખવડાવતા હોવાનું ખુલ્યું હતું.

