VIDEO: અમદાવાદના ગોતા ચોકડી પર 'નો પાર્કિંગ'ના બોર્ડ પાસે જ રિક્ષાચાલકોનો અડિંગો
VIDEO: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બનત
VIDEO: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બનતી જઈ રહી છે ત્યારે એસ.જી.હાઈવે પર આવેલા ગોતા ચોકડી પર રિક્ષાચાલકોને કોઈ કાયદાનો ડર રહ્યો નથી. કારણ કે, ગોતા ચોકડી પર નો પાર્કિંગના બોર્ડ પાસે જ રિક્ષાચાલકો અડિંગો જમાવતા હોય છે. આટલું ઓછું હોય તેમ રિક્ષાચાલકો બેફામ આમથી તેમ જતા આવતા હોય, ટ્રાફિક સિગ્નલ ભંગ કરે છતાં ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બની રહે છે.
ગોતા બ્રિજના ચાર રસ્તે દરેક ખૂણે 10થી 15 રિક્ષાચાલકો ઊભા રહેલા જોવા મળે છે. મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરીને જતા હોય છે. જો કે, ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસની કામગીરી જોવા મળી પરંતુ ટ્રાફિક પોલીસ જવાનો દંડ કરવા ગોતા બ્રિજ અને આસપાસ સ્થિતિ સુધરતી નથી.
આટલું ઓછું હોય તેમ અખબાર નગર સર્કલ પાસે ટ્રાફિક ચોકીની બહાર જ રિક્ષાનો જમાવડો જોવા મળી રહે છે. ટ્રાફિક પોલીસ ચોકીની બહાર અનેક રિક્ષાઓ પાર્કિંગની જેમ પાર્ક થયેલી જોવા મળી હતી. ટ્રાફિકના જવાનો ચોકીમાં મસ્ત આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. રિક્ષાચાલકોને અનેક વખત દંડ કરવા છતાં નથી સુધરી રહ્યા હોવાનો ટ્રાફિક જવાનોએ જણાવ્યું હતું. જીએસટીવીના રિયાલિટી ચેકિંગમાં નો પાર્કિંગ, રોંગ સાઈડ અને ઓવરલોડ રિક્ષાઓ જોવા મળી હતી. મીડિયાના કેમેરા જોઈને પોલીસ રિક્ષાઓ હટાવવા નીકળી હતી.







