VIDEO: રાજકોટની ઓસ્કાર સોસાયટીના રહિશોનો વિરોધ, ભાજપે પ્રવેશ કરવો નહીંના લાગ્યા બેનર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વોર્ડ નં. 1 ના ઓસ્કાર સ્કાય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ વોર્ડ નં. 1 ના ઓસ્કાર સ્કાય પાર્ક સોસાયટીના રહીશોએ આક્રમક વિરોધ નોંધાવ્યો છે. વાર્ષિક 30 લાખનો વેરો ભરવા છતાં રોડ, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા 480 ફ્લેટના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા છે.સ્થાનિકોએ "ભાજપે પ્રવેશ કરવો નહીં" અને "મત જોઈએ તો કામનો હિસાબ આપો" જેવા બેનરો લગાવી નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને અનેક રજૂઆતો છતાં માત્ર આશ્વાસન મળતા, હવે કંટાળેલા મતદારોએ નેતાઓને આત્મનિર્ભર બનવા પડકાર ફેંક્યો છે. મનપાના પ્લોટમાં વધતા દબાણો અને અંધારાને કારણે મહિલાઓની સુરક્ષા પણ જોખમાઈ છે.







