VIDEO: રાજકોટ સિવિલમાં દર્દીઓના બેડ પર ઉંદરો દોડતા જોવા મળ્યા, ક્યારેક તો બચકાં ભરીને ભાગી જાય છે!
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં જોવા મળી હતી. જ્યા સિવિલ હોસ્પિટલનો વીડિ
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં જોવા મળી હતી. જ્યા સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નહીં પરંતુ બે-ત્રણ ઉંદરો આંટાફેરા મારતા જોવા મળે છે. આ ઉંદરો દર્દી પાસેના ટેબલ પર પાણીની બોટલ અને દવાઓ જેવી તેની જરૂરિયાતની વસ્તુઓ મૂકવામાં આવી છે ત્યાં આંટાફેરા મારે છે.કયારેક ઉંદર દર્દીની પીવાના પાણીની બોટલ પર ચઢે છે ,તો કયારેક દર્દીની પથારી પર ચઢી તેઓને બચકાં ભરે છે.
સારવાર લેવા આવેલા દર્દીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે
ઉંદરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે સારવાર લેવા આવેલા દર્દીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશોને ઉંદરોના ત્રાસની ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ના કરાતા આખરે સાબિતી રૂપે દર્દીના એક સગાએ આ વિડિયો વાયરલ કર્યો. જેથી આંખ આડા કાન કરનાર હોસ્પિટલ સત્તાધીશો સ્વચ્છતા મામલે કોઈ નક્કર પગલાં લે..
રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દી પ્રત્યે બેદરકારી મામલે વિવાદમાં આવી
આ અગાઉ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દી પ્રત્યે બેદરકારી મામલે વિવાદમાં આવી હતી. ત્યારે હવે વીડિયો વાયરલ થયા બાદ ઉંદરથી બચાવવા સિવિલ તંત્ર શું પગલાં લેશે તે જોવું રહેશે.
રાજકોટ સીવિલમાં ઉંદરના ત્રાસ મામલે કોંગ્રેસના મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું. જેમા તેમણે કહ્યુ કે ઉંદરના ત્રાસ અંગેની વ્યવસ્થા કરવાની જવાબદારી સિવિલ સુપ્રિટેન્ડની છે. દર્દીઓને ઉંદરના લીધે જે હાલાકી પડી રહી છે તેનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ.એજન્સીને કોન્ટ્રાક્ટર આપવામા આવે છે પરંતુ કામ પૂરું નથી થતું..એજન્સી કામ કરે નહીં તો તેને કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ..






