મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ ગ્રામ્ય SOGએ 108 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

રાજકોટ ગ્રામ્ય SOGએ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 108 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. શિવરાજ

રાજકોટ ગ્રામ્ય SOGએ જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 108 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. શિવરાજપુર ગામથી ઘેલા સોમનાથ જવાના રસ્તે આવેલી જય વિહળનાથ હોટલ પાસેથી ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ઓડિશાથી અશોક લેલન કંપનીના માલવાહક ટ્રકમાં છુપાવીને ગાંજો લાવવામાં આવતો હતો. પોલીસે રૂ. ૫૪ લાખથી વધુ કિંમતનો ગાંજો, ત્રણ મોબાઈલ અને ટ્રક સહિત કુલ રૂ. ૮૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  

આ સમાચાર શેર કરો