મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ રેન્જ આઈજીની ટીમે મોટી કાર્યવાહી, નકલી DYSP બનીને છેતરતો શખ્સ ઝડપાયો

રાજકોટ રેન્જ આઈજીની ટીમે મોટી કાર્યવાહી કરતાં નકલી ડીવાયએસપી બની

રાજકોટ રેન્જ આઈજીની ટીમે મોટી કાર્યવાહી કરતાં નકલી ડીવાયએસપી બની લોકોને છેતરતો શખ્સ ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારથી સોહિલખાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાની ઓળખ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તેમજ એટીએસના ડીવાયએસપી તરીકે આપતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સોહિલખાન પઠાણ સાયબર ક્રાઈમ સહિતના ગુનાઓ આચરી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી સામે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો