મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં દર્દીના મોત બાદ પરિજનોનો હોસ્પિટલમાં હોબાળો, છાતીની તકલીફ હોવા છતાં કિડનીની સારવાર અપાઈ હોવાનો આક્ષેપ

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. દીપક ઝાલા

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દર્દીના મોત બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. દીપક ઝાલા નામના યુવકને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં છેલ્લા બે દિવસથી સારવાર ચાલી રહી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે છાતીની તકલીફ હોવા છતાં કિડનીની સારવાર આપવામાં આવી અને ડોક્ટરની બેદરકારીના કારણે યુવકનું મોત થયું છે.

ઘટના બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ડોક્ટર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલ બહાર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

આ સમાચાર શેર કરો