મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ દિલ્હીમાં જાહેરમાં ફાયરિંગ: અજાણ્યા યુવકની ગોળી મારીને કરાઇ હત્યા

દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લાના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી

દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લાના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યા યુવકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ યુવક પર નજીકથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ મામલો અંગત અદાવતનો હોવાનું જણાય છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો