VIDEO: Delhi સરકારનો મોટો નિર્ણય; એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરનો વેટ 25%થી ઘટાડીને 7% કરાયો
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરનો વેટ 25 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી એરલાઇન્સ અને મુસાફરોને સીધો લાભ મળશે અને હવાઈ મુસાફરી સસ્તી થવાની સંભાવના છે. સત્તાવાર નિવેદન અનુસાર, પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઇંધણ ભાવમાં અનિશ્ચિતતા વચ્ચે આ રાહત આપવામાં આવી છે. આ નિર્ણયથી દિલ્હીથી ફ્લાઈટ સેવા વધુ સસ્તી અને સુલભ બનશે તેવી અપેક્ષા છે


