મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અયોધ્યામાં સપા કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન; માથા પર ગેસ સિલિન્ડર રાખીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં થયેલા અસહ્ય

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારા તેમજ કમરતોડ મોંઘવારીના વિરોધમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરીને ભારે હોબાળો અને અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સપા કાર્યાલયથી શરૂ થયેલા આ પ્રદર્શન દરમિયાન કાર્યકરો પોતાના માથા પર ગેસ સિલિન્ડર રાખીને અને બાઇક લાદીને સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા આગળ વધ્યા હતા.પ્રદર્શનકારીઓ જ્યારે રીદગંજ ચોક પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં અગાઉથી તૈનાત પોલીસ કાફલાએ બેરિકેડ્સ લગાવીને તેમને આગળ વધતા અટકાવ્યા હતા. આ દરમિયાન સપા કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી અને બાદમાં સ્થળ પર પહોંચેલા સિટી મેજિસ્ટ્રેટને રાજ્યપાલ સંબોધિત જ્ઞાપન સોંપીને વધેલા ભાવો તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો