Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Age is just a number: Mumbai businessman Hemant Parekh's incredible passion puts young people to shame even at 65

ઉંમર માત્ર એક આંકડો: 65 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવો મુંબઈના ઉદ્યોગપતિ હેમંત પારેખનો અદભુત જુસ્સો

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
ઉંમર માત્ર એક આંકડો: 65 વર્ષે પણ યુવાનોને શરમાવે તેવો મુંબઈના ઉદ્યોગપતિ હેમંત પારેખનો અદભુત જુસ્સો
સોર્સ : gstv

સામાન્ય રીતે વધતી ઉંમર સાથે લોકોની ગતિ થોડી ધીમી પડી જતી હોય છે. લોકો રિટાયરમેન્ટના પ્લાન બનાવવા લાગે છે. પણ દોસ્તો, દુનિયામાં અમુક લોકો એવા પણ હોય છે જેમના માટે ઉંમર માત્ર એક આંકડો છે! જેઓ 65 વર્ષની ઉંમરે પણ નવયુવાનોને શરમાવે તેવો જુસ્સો ધરાવે છે.આજે અમે વાત કરી રહ્યા છીએ મુંબઈના એક એવા જાણીતા ઉદ્યોગપતિની, જેમણે બિઝનેસની દુનિયામાં સફળતાના શિખરો સર કરવાની સાથે સંગીત અને રમત-ગમતની દુનિયામાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે. હેમંત પારેખ ઘણા વર્ષોથી મુંબઈમાં વસવાટ કરે છે. વ્યવસાયે ઉદ્યોગપતિ છે. તેમની ગણના જાણિતા ઉદ્યોગપતિમાં આવે છે, તેઓ  વાલ્વની કંપની ધરાવે છે, સાથે સાથે  છેલ્લા 15 વર્ષથી સંગીતક્ષેત્રે કાર્યરત છે.

App Store

હેમંત પારેખે મુકેશ અને કિશોર કુમારના પણ સદાબહાર ગીતો ગાયા છે

હેમંત પારેખે મુકેશ અને કિશોર કુમારના પણ સદાબહાર ગીતો ગાયા છે. તેમણે હાર્મની હાર્ટસ નામની મ્યુઝિક કંપની પણ શરૂ કરી છે. આ કંપની દ્વારા તેઓ  શો અને કોન્સર્ટનું પણ આયોજન કરે છે. જે લોકોનું મનોરંજન પુરુ પાડે છે.  તેમણે ગયા વર્ષે તારીખ 20 જુલાઈ 2025ના રોજ એક શો કર્યો હતો તે નોનસ્ટોપ 5 કલાક ચાલ્યો હતો. તો બીજી તરફ ખાસ વાત એ છે કે તેમના શોની જેપણ આવક થાય છે, તેમાંથી અડધો ભાગ ચેરિટીમાં જાય છે અને જરૂરિયાતમંદ લોકોને પણ મદદ મળે છે. તેઓ 100થી પણ વધુ શોના ભાગ રહી ચૂક્યા છે. છેલ્લા 15 વર્ષથી સંગીતક્ષેત્રે કાર્યરત હેમંત પારેખે મુકેશજી અને કિશોર કુમારના સદાબહાર ગીતો ગાઈને લાખો લોકોના દિલ જીત્યા છે.

ટેબલ ટેનિસની 15થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો

હેમંત પારેખ સંગીત ક્ષેત્રની સાથે સાથે રમત-ગમત ક્ષેત્રમાં   પણ રૂચિ ધરાવે છે, તેમણે ટેબલ ટેનિસની 15થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે, સાથે સાથે તેઓ સારા તરવૈયા પણ છે. છેલ્લા 45 વર્ષથી સતત સ્વીમીંગ પણ કરે છે.  હેમંત પારેખે 50 વર્ષની ઉંમરે એક્ઝિક્યુટિવ MBA પૂર્ણ કરીને ડિગ્રી પ્રાપ્ત કરી છે, તેમણે 65થી પણ વધુ વખત રક્તદાન પણ કર્યું છે. હેંમત પારેખને સંગીત ક્ષેત્રે અસંખ્ય પુરસ્કારો મળ્યા છે અને વ્યવસાયમાં તેમની સિદ્ધીઓ માટે પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 65થી વધુ વખત રક્તદાન કરીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ સફર આપણને શીખવે છે કે જો મનમાં જુસ્સો હોય, તો ઉંમર ક્યારેય તમારા સપનાના આડે નથી આવતી.

ટોપિક્સ:gstv newsmumbai newsindia news