Video: પીઆરટીસી બસ અકસ્માતમાં ઘાયલ

સોર્સ: gstv

પંજાબના સંગરૂર-પટિયાલા બાયપાસ પર પીઆરટીસી ની બસ ભયાનક અકસ્માતનો શિકાર બનતા ૩ લોકોના કરુણ મોત થયા છે અને ૨૬ જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બસના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર દુર્ઘટનાને કારણે ટ્રાફિક વ્યવહાર પણ ભારે પ્રભાવિત થયો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી સમગ્ર માની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત