Video: દિલ્હીના પ્રદૂષણથી બચવા પ્રવાસીઓ પહોંચ્યા મનાલી

સોર્સ: gstv

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચતા અને ઝેરી સ્મોગ છવાતા જ પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશના મનાલી તરફ દોટ મૂકી છે. દિલ્હીની ઝેરી હવાથી બચવા અને સ્વચ્છ પહાડી હવામાં શ્વાસ લેવા માટે મોટી સંખ્યામાં લોકો મનાલી પહોંચી રહ્યા છે, જેના કારણે સ્થાનિક હોટેલોમાં બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પહાડોની તાજી હવા અને સુંદર નજારા પ્રવાસીઓ માટે મોટી રાહત સાબિત થઈ રહ્યા છે. અચાનક વધી ગયેલી પ્રવાસીઓની ભીડને કારણે મનાલીના પ્રવાસન ઉદ્યોગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ હાઇવે પર વહાનવ્યવહારનો ભારે ટ્રાફિક પણ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત