Video: ગંભીર ગુનાઓમાં પોલીસને કાર્યવાહી કરવાની છૂટઃ સીએમ શુભેન્દુ અધિકારી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ઉત્તર દિનાજપુર જિલ્લામાં થયેલા પોલીસ એન્કાઉન્ટરનું સમર્થન કર્યું છે. ઉત્તર દિનાજપુરમાં સગીરા પર દુષ્કર્મ અને હત્યાના આરોપી 47 વર્ષીય વ્યક્તિનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ ઘટના બાદ પૂર્વ મેદિનીપુરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ પોલીસની કાર્યવાહી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે દુષ્કર્મ અને હત્યા, ડ્રગ્સની હેરાફેરી તથા બાંગ્લાદેશથી ઘૂસણખોરી જેવા ગંભીર મામલાઓમાં પોલીસને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું કે આવી કાર્યવાહી કરનારા પોલીસ અધિકારીઓની સાથે સરકાર મક્કમતાથી ઊભી રહેશે.
જાહેરાત







