મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકા નજીક ખાનગી બસે મારી પલટી, 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. જેના પગલે ત

દ્વારકા નજીક આજે સવારના સમયે એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. જેના પગલે તેમાં સવાર આશરે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી જેમને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર કુરંગા ચોકડી પાસે પસાર થઈ રહેલી અમદાવાદ પાસિંગની એક ખાનગી લકઝરી બસ કોઈ કારણોસર રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સફર કરી રહેલા મુસાફરો પૈકી આશરે 15થી 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો