VIDEO: 'સાહેબ આવે છે', ભાવનગરમાં PM મોદીના કાર્યક્રમ પહેલા જ રોડ રિપેર થવા લાગ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર જિલ્લાની મુ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર જિલ્લાની મુલાકાત લેવાના છે. આ કાર્યક્રમને લઇ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના જવાહર મેદાન ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભા યોજશે, જ્યાં તેઓ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી શકે છે.
એરપોર્ટ રોડ પર વડાપ્રધાનનો રોડ શો યોજાશે, જેમાં હજારો લોકો ભાગ લેશે. તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મનપા દ્વારા બિસ્માર રોડોની મરામત, ડામર અને આરસીસી કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ તૈયારીઓથી શહેરમાં ઉત્સાહનું વાતાવરણ છે. લોકો વડાપ્રધાનના આગમનની રાહ જોઈ રહ્યા છે.







