મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ગરમાયું રાજકારણ: ઓવૈસીએ UCCને ગણાવ્યું ''ઉત્તરાખંડની કોપી''

VIDEO: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે આજે(4 એપ્રિલ) અમદાવાદમાં

તસવીર: GSTV

VIDEO: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે આજે(4 એપ્રિલ) અમદાવાદમાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીએ બેઠક યોજી હતી. આ દરમિયાન ઓવૈસીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM ઝંપલાવશે તેમ કહ્યું હતું. આ સાથે, ઓવૈસીએ UCCના કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર શું કહ્યું ઓવૈસીએ?
ઓવૈસીએ કહ્યું કે, 'રાજ્યભરમાં 332 પાલિકાની બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે. જેમાં 29 તાલુકા પંચાયત, 18 જિલ્લા પંચાયતની બેઠક પર AIMIM ચૂંટણી લડશે. જ્યારે અમદાવાદ સહિત 6 મનપામાં AIMIM ઉમેદવાર ઉભા રાખશે.' 

UCC કાયદા અંગે ઓવૈસીનું નિવેદન
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ગત 24 માર્ચ, 2026ના રોજ પસાર કરવામાં આવેલા 'સમાન નાગરિક સંહિતા'(UCC) બિલ-2026ને લઈને ઓવૈસીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'ઉત્તરાખંડમાં જે UCC બનાવવામાં આવ્યો એની કોપી છે આ. હિન્દુ મેરેજ અને ડિવોર્સ એક્ટ અને સક્સેશન એક્ટ છે, જેને બધા પર લાગુ કરી દીધો છે. 16 ટકા આદિવાસીઓ જો બાકાત હોય તો UCC કેવી રીતે ગણી શકાય. આ કાયદા હેઠળ લીવ ઇન રિલેશનશિપ થાય તો આરએસએસ અને ભાજપના મોરલ્સ કયા ગયા. લગ્ન વગર સંબંધો બનાવવા એ કેવી રીતે યોગ્ય છે.'

આ સમાચાર શેર કરો