VIDEO: વલસાડના ઉમરગામ નગરપાલિકામાં આજે નવા પ્રમુખની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો
વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં આજે નવા

વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં આજે નવા પ્રમુખની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને વિવાદ સર્જાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ભાજપની બહુમતી ધરાવતી પાલિકામાં મહિલા પ્રમુખની પસંદગીને લઈને ભાજપના કોર્પોરેટરોમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. રોસ્ટર બદલાતા સામાન્ય સીટ પરથી જીતેલી મહિલા ઉમેદવાર પ્રમુખ બને તેવા સંકેતો મળતા રાજકીય ચહલપહલ વધી છે. આજે સવારે 11 વાગ્યે ભાજપના મેન્ડેટ પર ફરી કોઈ પરપ્રાંતીય કોર્પોરેટરનું નામ જાહેર થાય તો બળવો થવાની શક્યતા માનવામાં આવી રહી છે. પાલિકામાં ભાજપના 19, કોંગ્રેસના 8 અને એક અપક્ષ કોર્પોરેટર હોવાથી નવા પ્રમુખની પસંદગીના સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે. બદલાયેલા રોસ્ટરની માહિતી મળતા ભાજપના કોર્પોરેટરોમાં નારાજગી ફાટી નીકળી છે. ખાસ કરીને ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહિલા કોર્પોરેટરને પ્રમુખ બનાવવાની શક્યતા સામે આવતા ભાજપમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે.



