VIDEO: વડોદરાના મકરપુરમાં રાજાપાટમાં ફરતા પોલીસ જવાન ચર્ચાનો વિષય બન્યો
VIDEO: વડોદરા શહેરના મકરપુર વિસ્તારમાં નશો કરેલી હાલતમાં પોલીસ કૉન્સ
VIDEO: વડોદરા શહેરના મકરપુર વિસ્તારમાં નશો કરેલી હાલતમાં પોલીસ કૉન્સ્ટેબલ આખા વડોદરામાં ચર્ચાનો વિષય બન્યો હતો. દારૂ પીને વાહન હંકાવી લોકો સાથે મગજ મારી બેફામ વાહન હંકારતા સ્થાનિકો એકઠા થયા હતા. આ અંગે સ્થાનિકોએ કારને અટકાવીને પૂછપરછ કરતા અંદર રહેલા વ્યકિતએ પોલીસમાં નોકરી કરે છે એમ કહીને દાદાગીરી કરી હતી. જેથી પોલીસે નશાની હાલતમાં ઝડપાયેલા કૉન્સ્ટેબલ સામે કાર્યવાહી કરી હતી.
આ અગાઉ પણ દારૂ પીધેલા પોલીસ કર્મીએ 20 જુલાઈના રોજ દારૂ પીને જાહેર રોડ પર ટ્રાફિક જામ કર્યો હતો. દારૂ પીધેલા પોલીસ કર્મીનું નામ અમીત પરમાર વરણામા પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને તે મકરપુરા વિસ્તારની હરિઓમધામ સોસાયટીમાં રહેતો હોવાનું આવ્યું સામે છે. આ નશો કરેલા પોલીસ કર્મી અને સ્થાનિક રહીશોની બબાલના વાઈરલ સીસીટીવી પણ સામે આવ્યા છે.


