મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીથી સોપોર સુધી પીછો કરી પોલીસની ટીમે 3 કાર લૂંટારૂઓને દબોચ્યા! 

દિલ્હી પોલીસના દ્વારકા જિલ્લાની ટીમે જમ્મુ-કાશ્મીર પોલીસના સહયોગથી ગનપોઈન્ટ પ

દિલ્હી પોલીસના દ્વારકા જિલ્લાની ટીમે જમ્મુ-કાશ્મીર પોલીસના સહયોગથી ગનપોઈન્ટ પર કાર લૂંટનારા ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. ૨૫ એપ્રિલના રોજ દ્વારકાના વેગા મોલ પાસે બે શખ્સોએ બંદૂક બતાવી ફોર્ડ ઈકો કારની લૂંટ ચલાવી હતી. ડીસીપી કુશળ પાલ સિંઘના જણાવ્યા અનુસાર, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીઓનો દિલ્હીથી હરિયાણા, પંજાબ અને છેક સોપોર સુધી પીછો કર્યો હતો. અંતે પંજાબ બોર્ડર પર લખનપુર પાસે ઘેરાબંધી કરીને સાહિલ, અંશુલ અને હિમાંશુને ઝડપી પાડ્યા હતા. 

આ સમાચાર શેર કરો