VIDEO: હવામાન વિભાગે દિલ્હી અને પંજાબ સહિત આ રાજ્યો માટે 10થી 12 મે સુધી જાહેર કરી ચેતવણી
દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં

દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 10થી 12 મે દરમિયાન વાવાઝોડા વીજળી ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ ત્રણ દિવસ માટે ચેતવણી જારી કરી છે. 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી-એનસીઆર પંજાબ હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પડ્યો હતો. 7 મેના રોજ પણ દિલ્હીમાં વાદળછાયું રહીને વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. 10 મેથી પશ્ચિમી વિક્ષેપ અસર કરશે. તાપમાન 38થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.




