VIDEO: ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને 4 લોકોને ફંગોળ્યા, 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ભયાવહ અકસ્માતના CCTVફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે ક્રેટા કાર અત્યંત ઝડપે લોકોને અડફેટે લઈ રહી હતી. આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા, જ્યારે 2થી વધુ લોકો ઘાયલ થયા અને હાલ સારવાર હેઠળ છે.
ASI અનિરુદ્ધસિંહ ગોહિલનો પુત્ર હર્ષરાજ ગોહિલ
અકસ્માત સર્જનાર ચાલક ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI અનિરુદ્ધસિંહ ગોહિલનો પુત્ર હર્ષરાજ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ હર્ષરાજ ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેની અટકાયત કરી લીધી છે અને તેને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો છે. CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.







