VIDEO/ પીએમ મોદીને સ્વીડનનું સર્વોચ્ચ સન્માન: મળ્યો 31મો વૈશ્વિક પુરસ્કાર
સ્વીડનના ગોથેનબર્ગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.
સ્વીડનના ગોથેનબર્ગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. પીએમ મોદીને સ્વીડનના સર્વોચ્ચ સન્માનિત કરાયા. સ્વીડન સરકારે તેમને ‘રોયલ ઓર્ડર ઓફ ધ પોલાર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ’ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ સન્માન ભારત અને સ્વીડન વચ્ચેના મજબૂત અને મિત્રતાપૂર્ણ સંબંધોને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન મોદીએ આ સન્માનને ભારતની 140 કરોડ જનતા અને બંને દેશોની મિત્રતાને સમર્પિત કર્યું છે. આ પ્રસંગે બંને દેશોએ ભવિષ્યમાં સહકાર વધારવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે પીએમ મોદીનો આ 31મો વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે.



