મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વૈશ્વિક બજારમાં ઉથલપાથલના કારણે દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક બજારમાં ઉથલપાથલના

તસવીર: gstv

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક બજારમાં ઉથલપાથલના કારણે દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 3.14 રૂપિયા અને ડીઝલમાં 3.11 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ 97.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.67 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. અગાઉ પેટ્રોલ 94.77 અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર હતું, જેમાં હવે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન-અમેરિકા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે. ક્રૂડ ઓઇલ જે અગાઉ 70 ડોલર પ્રતિ બેરલ હતું તે હવે 126  ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. આ કારણે સરકારી ઓઇલ કંપનીઓને દરરોજ હજારો કરોડનું નુકસાન થતું હોવાની ચર્ચા છે. છેલ્લા ચાર વર્ષથી સ્થિર રહેલા ઇંધણના ભાવમાં આ વધારો સામાન્ય જનજીવન પર સીધી અસર કરી રહ્યો છે અને મોંઘવારી વધવાની આશંકા વધુ તીવ્ર બની છે.

આ સમાચાર શેર કરો