VIDEO/ અમરેલીના જેસીંગપરા પાસે ભયાનક અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો.
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. ઠેબી નદીના પુલ પર ટેમ્પો અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈક સવાર નાનુભાઈ ચોવટિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમના પત્ની મંજુબેનને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારના આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




