VIDEO: રાજકોટમાં ટ્યુશન ક્લાસિસમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ
અવારનવાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવતી હોય છે. એવામાં રાજકોટમાંથી આવી
અવારનવાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવતી હોય છે. એવામાં રાજકોટમાંથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ખાનગી ટ્યુશન ક્લાસિસમાં શિક્ષક દ્વારા ફુટપટ્ટી વડે માર મારવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : મહેસાણામાં વિદ્યાર્થિનીના આપઘાત મામલે 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલની અટકાયત
રાજકોટ જિલ્લામાં શાપર વેરાવળ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. શાપર વેરાવળમાં ચાલતા એક ખાનગી ટ્યુશન ક્લાસિસમાં એક શિક્ષિકા વિદ્યાર્થીઓને ક્લાસની બહાર ઉભા રાખી અંગુઠા પકડાવવાની સજા આપી હતી. તેમજ એક વિદ્યાર્થીને ફુટપટ્ટી વડે ઢોર માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.




