મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર ગઢડા પંથકની આંબાવાડીમાં સિંહણ બે બચ્ચાં સાથે આરામ ફરમાવતી હોવાનો વીડિયો વાયરલ, સ્થાનિકોમાં ભય

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં વન્યજીવોની અવરજવર વધતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. હરમ

તસવીર: gstv

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં વન્યજીવોની અવરજવર વધતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. હરમડિયા ગામે એક આંબાના બગીચામાં સિંહણ પોતાના બે બચ્ચાં સાથે આરામ ફરમાવતી જોવા મળી હતી. બગીચામાં ખેતીકામ કરી રહેલા ખેડૂતોને અચાનક સિંહ પરિવાર નજરે પડતા તેઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

સિંહણ અને તેના બચ્ચાંના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં તેઓ કેરીના ઝાડ નીચે આરામ કરતા દેખાય છે. રહેણાંક વિસ્તારની નજીક જ સિંહ પરિવારે ધામા નાખતા સ્થાનિક ગ્રામજનો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો છે.  

આ સમાચાર શેર કરો