મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Aravalli news: બાયડ પાલિકામાં રૂ.100 માં જન્મનો દાખલો કાઢી અપાતો હોવાનો વિડીયો વાયરલ, સરેઆમ આચરાતું ભ્રષ્ટાચાર

પૈસા વગર સરકારી કામો થતાં નથી તે વાર સરાજાહેર છે. આવો જ એક કિસ્સો અરવલ્

પૈસા વગર સરકારી કામો થતાં નથી તે વાર સરાજાહેર છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકામાં જોવા મળી રહ્યો છે. જેમાં 100 રૂપિયા લઈને જન્મનો દાખલો કાઢી અપાતો હોવાનો વિડીયો વાયુવેગે વાયરલ થતાં નગરપાલિકામાં સરેઆમ ભ્રષ્ટાચાર થતું હોવાની વાતે પણ જોર પકડયું છે. 

બાયડ નગરપાલિકામાં જન્મનો દાખલો કઢાવવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 100 રૂપિયા લઈને જન્મનો દાખલો કાઢી અપાતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નગરપાલિકાના નગીન નામના કર્મચારીનો વધુ એક વીડિયો વાયરલ છે, જેમાં તે એક વ્યક્તિ પાસેથી 100 રૂપિયા લઈ જન્મનો દાખલો કાઢી આપવાની વાત કરે છે. આમ,પાલિકામાં સરેઆમ  ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે એક રોજમદાર કર્મચારીને આટલી સત્તા કોણે આપી?, કયા અધિકારીની રહેમનજર હેઠળ આ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે? તેવા ગંભીર સવાલો પાલિકા સામે ઉઠી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો