VIDEO: ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, આ જિલ્લાઓમાં થશે મેઘરાજાની એન્ટ્રી
ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી બે દિવસ તાપમાન 40 થી 42 ડિગ્રી રહ્યા બાદ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 30 મે થી 1 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે; જેમાં 30 અને 31 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે 1 જૂને માવઠાની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી વિસ્તરશે, જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.




