મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેરા નગરપાલિકામાં નવી બોડીની રચના, તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા

પંચમહાલના શહેરા નગરપાલિકામાં નવી બોડીની રચના કરવામાં આવી છે. ચૂંટણી અધિક

પંચમહાલના શહેરા નગરપાલિકામાં નવી બોડીની રચના કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી ભાર્ગવ ડાંગરની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા. વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટર શીતલબેન પરમાર પ્રમુખ તરીકે અને વોર્ડ નંબર 1ના હિંમતસિંહ પગી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કારોબારી અધ્યક્ષ તરીકે જેકી મુલચંદાણી, શાસક પક્ષના નેતા તરીકે મહેન્દ્ર પગી અને દંડક તરીકે વિજય બારીયાની નિમણૂક થઈ. નવનિયુક્ત હોદ્દેદારોનું પાલિકા સભ્યો અને ભાજપ કાર્યકરોએ ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું. હવે નાગરિકોની સમસ્યાઓના નિવારણમાં નવી બોડી કેટલી અસરકારક સાબિત થાય છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો