VIDEO: પંચમહાલમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, મુખ્ય હાઇવે માર્ગો પર વાહનોની અવરજવર નહિવત
સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લામાં પણ કાળઝાળ ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો
સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લામાં પણ કાળઝાળ ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લાના મોરવા હડફ સહિત આસપાસના વિસ્તારોમાં ગરમીનો પારો આકાશ આંબી જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે ફૂંકાતી અંગ દઝાડતી ગરમી અને લૂના કારણે મોરવા હડફમાંથી પસાર થતા મુખ્ય હાઇવે માર્ગો પર વાહનોની અવરજવર નહિવત થઈ ગઈ છે અને રસ્તાઓ તદ્દન સુમસામ ભાસી રહ્યા છે. લોકો ગરમીથી બચવા બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.



