Video/ નસવાડી આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી: ઓપરેશન બાદ અર્ધબેભાન મહિલાઓને પશુઓની જેમ એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરાઈ
છોટાઉદેપુર: ગુજરાત સરકાર એક તરફ મહિલા સશક્તિકરણના ગુણગાન ગાય છે, ત્યારે છોટ

છોટાઉદેપુર: ગુજરાત સરકાર એક તરફ મહિલા સશક્તિકરણના ગુણગાન ગાય છે, ત્યારે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાંથી તંત્રને શરમમાં મૂકે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનારી મહિલાઓને ઘરે મોકલવા માટે એમ્બ્યુલન્સમાં ખીચોખીચ ભરી દેવામાં આવી હતી.
ગ્રાન્ટ બચાવવા મહિલાઓના જીવ જોખમમાં?
ગુરુવારે નસવાડી CHC ખાતે દૂર-દૂરના ગામડાઓમાંથી મહિલાઓ ઓપરેશન માટે આવી હતી. ઓપરેશન બાદ મહિલાઓ અર્ધબેભાન હાલતમાં હોય છે અને તેમને સીટ પર સુવડાવીને લઈ જવાની હોય છે. પરંતુ તંત્રએ ગ્રાન્ટ બચાવવા માટે માત્ર એક જ એમ્બ્યુલન્સ મંગાવી અને તેમાં ૫ મહિલાઓ અને તેમના ૫ સંબંધીઓ મળી કુલ ૧૦ લોકોને ઠાંસી ઠાંસીને ભરી દીધા હતા.
૪૦ કિલોમીટર સુધીની આ મુસાફરીમાં મહિલાઓને અર્ધબેભાન હાલતમાં બેસી રહેવા મજબૂર કરવામાં આવી હતી. જો કોઈ મહિલાના ટાંકા તૂટી જાય કે ગંભીર તકલીફ થાય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.





