Video: Anandમાં રેલવે સ્ટેશન પાસેની વિટકોસ બસ સ્ટેન્ડ વાળી જગ્યાનું દબાણ મનપાએ કર્યું દુર
આણંદ મહાનગરપાલિકાએ આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલી વિટકોસ બસ સ્ટેન્ડન
આણંદ મહાનગરપાલિકાએ આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલી વિટકોસ બસ સ્ટેન્ડની જગ્યા પોતાના હસ્તક લીધી છે. આ સ્થળેથી વિટકોસ (VITCOS) બસનું સંચાલન થતું હતું. પાલિકા દ્વારા આ જગ્યા ખાલી કરવા માટે વિટકોસ કંપનીને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ દબાણ યથાવત્ રહેતા, પાલિકાની દબાણ શાખાની ટીમે આખરે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે વિટકોસ બસ જ્યાં ઉભી રહેતી હતી તે જગ્યા પરની રેલિંગ સહિતનું કાચું-પાકું દબાણ દૂર કર્યું હતું.
દબાણ દૂર થયા બાદ હવે કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આગાઉ વિટકોસ સહિતના અન્ય દબાણોને કારણે રેલવે સ્ટેશન પાસેના આ વિસ્તારમાં અવારનવાર ગંભીર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. મહાનગરપાલિકાની આ કાર્યવાહીના પગલે હવે આ ટ્રાફિકની સમસ્યા મોટાભાગે હળવી થશે તેવી આશા છે. પાલિકાના આ પગલાથી સ્થાનિક નાગરિકોને રાહત મળશે.






