VIDEO: ભાવનગરના નારી ગામના 40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા નેપાળમાં
નેપાળમાં પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન નિવાસસ્થાન સહિત સંસદને નિશાન બના
નેપાળમાં પ્રદર્શનકારીઓએ પૂર્વ વડાપ્રધાન નિવાસસ્થાન સહિત સંસદને નિશાન બનાવી હિંસક હુમલા કર્યા છે. નેપાળ ભડકે બળ્યુ છે ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ અટકાઈ પડ્યાં છે. આ બધાયને સુરક્ષિત પરત લાવવા ગુજરાત સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે.
નેપાળમાં ચાલી રહેલા ભયંકર તોફાન અને અરાજકતાની સ્થિતિમાં ભાવનગરના નારી ગામના 40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે. આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નેપાળ ગયા હતા, પરંતુ તોફાન અને વિરોધ પ્રદર્શનોના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ગોહિલે ફસાયેલા લોકોના ખબરઅંતર પૂછી તુરંત સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણીને જાણ કરી. ધારાસભ્ય વાઘાણીએ ફોન દ્વારા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી, તેમને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન આપ્યું અને હિંમત રાખવા જણાવ્યું. તેમણે મુખ્યમંત્રીને આ અંગે માહિતી આપી અને ભારત સરકારને જાણ કરી, જેથી ફસાયેલા લોકોને જલદી આ આફતમાંથી બહાર કાઢવામાં આવે.
નેપાળમાં ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ફસાયા
નેપાળની રાજધાની કાઠમંડુમાં હિંસા અને અરાજકતોનો માહોલ છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામુ ધરી દીધુ છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં તોડફોડ કરી આગ લગાવી દેવાઇ છે, જેમાં વડાપ્રધાનના પત્નિનું મોત થયું છે. આ હિંસક સ્થિતીમાં નેપાળમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાયા છે. સાથે સાથે નેપાળ પ્રવાસે ગયેલાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે.
ગુજરાતી નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે હેલ્પ નંબરો જાહેર કર્યાં છે. હાલ ગુજરાતી નાગરિકોને કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક કરવા માટે જાણ કરાઈ છે. નેપાળની રાજકીય અરાજકતાં અને હિંસક સ્થિતી વચ્ચે કેટલાં ગુજરાતીઓ ફસાયા છે તેની સરકાર દ્વારા અધિકૃત જાણકારી આપવામાં આવી નથી.









