મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર વાલેવડાની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, સદનસીબે જાનહાની ટળી

સુરેન્દ્રનગર જિલ્લાના વાલેવડા વિસ્તારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના વાલેવડા વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિક કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી..આગ એટલી ભીષણ હતી કે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વિરમગામ, સુરેન્દ્રનગર, પાટડી, ધાંગધ્રા અને અમદાવાદ સહિત પાંચ શહેરોની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ હતી. કંપનીમાં હાજર તમામ કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢી રેસક્યુ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી ગયા હતા. આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો